gujarati Online Bible

Font Download
Hindi Font
Malayalam Font
Tamil Font
Kannada Font

How to Install Font?
Hindi Transliteration
Malayalam Transliteration

Enter the verse
(eg. John 3:16-20)
 
Language

 
 Devotionals:
In Search of Peace
CSI News Letter

gujarati Bible

Taken from the Holy Bible gujarati OV
To see this page properly download font from left navigation bar
Hindi Bible | Malayalam Bible | Tamil Bible | Gujarati Bible | Kannada Bible | KJV English Bible ASV Bible | HNV Bible | Darby Bible | YLT Bible | Korean Bible | Romanian Bible

Read and side by side

Do not know how to read Hindi alphabets? Click here to read an English transliteration of Hindi Bible

Add "Bible Passage Search" to your website

Book
Chapter
Verse From: To:

Audio
Reference Text
ઊત્પત્તિ 1:1 આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા.
ઊત્પત્તિ 1:2 અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી; અને જળનિધિ પર અંધારું હતું; અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો.
ઊત્પત્તિ 1:3 અને દેવે કહ્યું અજવાળું થાઓ, ને અજવાળું થયું.
ઊત્પત્તિ 1:4 અને દેવે તે અજવાળું જોયુ કે તે સારું છે; અને દેવે અજવાળું તથા અંધારું જુદાં પાડયાં.
ઊત્પત્તિ 1:5 અને દેવે તે અજવાળાને દહાડો કહ્યો, ને અંધારાને રાત કહી. અને સાંજ થઈ તથા સવાર થઈ, પહેલો દિવસ.
ઊત્પત્તિ 1:6 અને દેવે કહ્યું કે, પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદાં કરો.
ઊત્પત્તિ 1:7 અને દેવે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની તળેનાં પાણીને અંતરિક્ષની ઉપરનાં પાણીથી જુદાં કર્યા; અને તેવું થયું.
ઊત્પત્તિ 1:8 અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. અને સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
ઊત્પત્તિ 1:9 અને દેવે કહ્યું કે, આકાશ તળેના પાણી એક જગામાં એકઠાં થાઓ, ને કોરિ ભૂમિ દેખાઓ; અને તેવું થયું.
ઊત્પત્તિ 1:10 અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠાં થયેલાં પાણીને સમુટ્રો કહ્યાં; અને દેવે જેયું કે તે સારું છે.
ઊત્પત્તિ 1:11 અને દેવે કહ્યું કે, પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળર્વક્ષ પોત-પોતાની જાત પ્રમાણે ફલદાયક, જેનાં બીજ પોતામાં છે, તેઓને પૃથ્વી ઉગાવે; અને એમ થયું.
ઊત્પત્તિ 1:12 અને ઘાસ તથા પોતપોતાની જત પ્રમાણે બીજદાયક શાક, ને પોતપોતાની જત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે, તેઓને ર્પથ્વીએ ઉગાવ્યાં; અને દેવે જેયું કે તે સારું છે.
ઊત્પત્તિ 1:13 અને સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
ઊત્પત્તિ 1:14 અને દેવે કહ્યું કે, રાત ને દહાડો જુદાં કરવા સારુ આકાશના અંતરિક્ષમાં જયોતિઓ થાઓ; અને તેઓ ચિહ્નો તથા ઋતુરનો તથા દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
ઊત્પત્તિ 1:15 અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવાં સારુ આકાશના અંતરિક્ષમાં જયોતિઓ થાઓ; અને તેવું થયું.
ઊત્પત્તિ 1:16 અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જયોતિ ને રાત પર અમલ ચલાવનારીં એક તેનાથી નાની જયોતિ એવી બે મોટી જયોતિ બનાવી; અને તારાઓને પણ બનાવ્યા.
ઊત્પત્તિ 1:17 અને દેવે પૃથ્વી પર અંજવાળું આપવાને,
ઊત્પત્તિ 1:18 તથા દહાડા પર તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંઘારું જુદાં કરવાને, આકાશના અંતરિક્ષમા તેઓને મૂકયાં; અને દેવે જોયું કે તે સારું છે.
ઊત્પત્તિ 1:19 અને સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
ઊત્પત્તિ 1:20 અને દેવે કહ્યું કે, પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજવો, તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઊડો.
ઊત્પત્તિ 1:21 અને દેવે મોટાં માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યા; અને દેવે જોયુ કે તે સારું છે.
ઊત્પત્તિ 1:22 અને દેવે તેઓને આશીર્વાદ દઈન કહ્યું કે, સફળ થાઓ, ને વધો, ને સમુટ્રમાંનાં પાણીને ભરપૂર કરો, ને ર્પથ્વી પર પક્ષીઓ વધો.
ઊત્પત્તિ 1:23 અને સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ
ઊત્પત્તિ 1:24 અને દેવે કહ્યું કે, પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે, તેઓને પૃથ્વી ઉપજાવો. અને તેવું થયું.
ઊત્પત્તિ 1:25 અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ચપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને દેવે બનાવ્યાં; અને દેવે જોયું કે તે સારું છે.
ઊત્પત્તિ 1:26 અને દેવે કહ્યું કે, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને સમુટ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.
ઊત્પત્તિ 1:27 એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારા ઉત્પન્ન કર્યા.
ઊત્પત્તિ 1:28 અને દેવે તેઓને આશીર્વાદ દીધો; અને દેવે તેઓને કહ્યું કે, સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુટ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.
ઊત્પત્તિ 1:29 અને દેવે કહ્યું કે, જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમા વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તાને ઓપ્યાં છે; તેઓ તમારો ખોરાક થશે.
ઊત્પત્તિ 1:30 અને પૃથ્વીનું હરેક પશુ, તથા આકાશમાંનુ હરેક પક્ષી તથા પૃથવી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે. તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે; અને તેવું થયું.
ઊત્પત્તિ 1:31 અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયુ; અને, જુઓ, તે ઉત્તમોત્તમ, અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.

Email


    

(copyright The Bible Society of India) | Audio Narration courtesy of WCOI

Please also note that we are in the process of proof reading.  If you see any typing mistake please let us know. Thanks

brought to you by Jasmine Computers Inc.